ઝરણની મજા જેમ રણમાં હશે
સકળની મજા એમ કણમા હશે
હશે જિંદગી એ ભલા કેટલી!!
સદીની કથા જેમ ક્ષણમા હશે
બધા અવઢવો તો હશે મન મહીં
તરસના બધા વ્હેમ રણમાં હશે
ન ડરશો તમે ચાલવાથી અહીં
ડગરની વફા તો ચરણમાં હશે
નયન સાવ અમસ્તા નથી સજળ
હજુ પણ પ્રણય ત્યાં ચલણમાં હશે
કિરણ જોગીદાસ"રોશન"
No comments:
Post a Comment