■ ગઝલ ■
વાત તારી રોજ કાગળ થાય છે,
મીંચુ આંખો તો તું આગળ થાય છે.
પાંખ છે ઉડવા ગગનમાં આજથી,
એમ વાતોમાં તું કેવળ થાય છે.
એ હસીને આમ થાકી પણ ગયા,
છેવટે એ આંસુ વાદળ થાય છે.
પીગળી ઊઠે સમીપે આગમાં,
એટલે પોલાદ સાંકળ થાય છે.
ઘર હટાવીને નગરમાં જોઈ લો,
બસ 'રવિ' આ હાલ દેવળ થાય છે.
- રવિ ડાંગર (મોરબી)
No comments:
Post a Comment