Thursday, 25 May 2017

ગઝલ

લઇને   દાદાનો  ડંગોરો
કરતા રહ્યા ઢાંકપિછોડો

ઘણનાં ઘા ઝીંકી ઝીંકીને,
સપનાનાં સળિયાને તોડો

વાંક વિવેચનનો કાઢીને
સૌ ભાષા પર થાતાં ઘોડો.

કાવ્યોનો કાચો નિંભાડો
શબ્દોની તુકબંધી જોડો

પરણે મારી બાઇ ગઝલ જો,
છાતીમાં માંડવડા ખોડો

શ્વાસ છિનાળાં વધુકડીનાં,
વરલી મટકાં અેનાં ફોડો.

સુંદર લખ્યું છે રસ્તા પર,
દારૂ દાવાનળ છે છોડો

જંગલ સળગે છે જજબાતે,
સસલી માફક દોડો, દોડો...

             - અનિલ વાળા...

No comments:

Post a Comment