Thursday, 25 May 2017

ગીત

તડકાનું ગીત

તડકાને પીવાનું થોડું  તો રાખો?
આ તડકાનેપીવાનું રાખો
રે સખી મારું  તો માનો?

તડતડ કરતાં આ વેરાય છે ફોરાં
ને સખી રયો  છો  તમે કેમ  કોરાં?
આ કાળઝાળ ગરમીમાં મારું તો માનો?
રે સખી મારું  તો માનો?....

રોમ રોમ પીવે એમ હૈયું મલકાય
ને તડકોય થઈ જાય રામ,
થોડો રાધાની જેમ થોડો ગોપીની જેમ થોડો શ્યામની જેમ તો ચાખો?
રે સખી મારું  તો માનો?

પંખીએ ચાખ્યો
જેમ ખેતરે ચાખ્યો
થોડો ચાખો પેલા ઢેફાં ની જેમ,
થોડો સ્પર્શીને માન તો રાખો?
રે સખી મારુ તો માનો?

                       -પરમ પાલનપુરી

No comments:

Post a Comment