Wednesday, 24 May 2017

અછાંદસ

આજે
એકલું
ભૂલુ પડયું છે
એક વાદળ
પવન વિના
ભાર વિના
હેતુ વિના
પહેર્યુ છે તડકાનું અંગરખું
ધવલ ધવલ
જાણે અવકાશ સરોવરમાં
હંસ ફરતો હોય તેવું
બહાર દેખાય ધવલ ધવલ
અંદર સ્યામલ રંગે
કસબથી મઢેલું
હવાના હેલારે
તરતું અવકાશમાં
રાહ જોઈ
અન્ય વાદળ ઉમટ્યાં
ઘટાદાર ટોચ ચમકીને
વરસી પડ્યું એકરસ થઈ
અવની તટ પર
ઝરમર ઝરમરઝરમર
અને
હું ભીંજાઉ અનહદના અવસરીએ....

          મીના માંગરોલિયા

No comments:

Post a Comment