દ્રાર જો ખોલો ના , થોડું ચાલશે ,
બીલકુલ બોલો ના , થોડું ચાલશે .
વાત તો સાદી હતી તે આપણી ,
જો તમે છોડો ના , થોડુંં ચાલશે .
કોઇકે તો છોડવું પડશે અહમ ,
વાત આ માનો ના , થોડું ચાલશે .
ચાલ હું માંગી લઉં માફી પછી ,
આમ સાવ હસો ના , થોડું ચાલશે .
કેટલો સુંદર મળ્યો છે 'જશ' સમય ,
આજ સંગ રમો ના , થોડું ચાલશે .
જશુ પટેલ
૨૫-૦૫-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
No comments:
Post a Comment