Tuesday, 2 May 2017

ગઝલ

પળ બે પળ તું  ઘર છોડી   દે,
ભીતરનો  તું  ડર  છોડી   દે .

વરસવું હો તો ધોધમાર વરસ 
ઝીણું  કે  ઝરમર  છોડી દે   

ચાલ્યા કરે આ સમય છે  ભૈ      
સમયનું સમય પર  છોડી  દે 

  લાખ ભલે  ગુના  કર્યા   હો         
હાથ જોડો ઈશ્વર  છોડી  દે

સાવે સૂકકી ડાળી છું  હું              
છોડ  મને પાનખર છોડી  દે       

દરિયો  છે  ને સરવર છે જયાં
માછલી તું કાચઘર  છોડી  દે

No comments:

Post a Comment