પીડા અસહ્ય થઇ પડી છે
પ્રીતની રાહે રોજ સામે મળી છે.
યુગે યુગે ઉગી છે
દિલમાં પ્રેમીઓના ફૂલીફાલી છે.
કંટક સમાન રહી છે
પણ ચાહત આગળ ઘાયલ થઈને ગમી છે.
ઉજાગરા હવે મીઠા થઇ પડે છે
આ પ્રેમીઓને સાજન શમણે જોવી છે.
કોમળ ઘા ને આમ કણસવું ?
હાલત હૈયાની જોયા જેવી છે.
દેખાય નહિ લોહીલુહાણ બસ! એટલુંજ છે
બાકી સહી સહેવાય ના..કહી કહેવાય ના .....
છતાં "નીલ" પ્રીત કાજે આ પીડા કદાચ ભોગવવા જેવી છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Tuesday, 2 May 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment