Thursday, 25 May 2017

ગઝલ

રોજ રોજ મંદિરમાં જાય છે ભલા માણસ,
ને છતાં તુ ક્યાં માણસ થાય છે  ભલા માણસ.

હાથ જે હજારો લઈ આપવા બેઠો છે તો,
માંગતા તું શાને મુંજાય છે ભલા માણસ.

રાખવી અપેક્ષા ઈમાનની હવે શું જ્યાં?
બબ્બે પૈસે માણસ વેચાય છે ભલા માણસ.

ભૃણ હણી બને કાતિલ, દીકરી અજ્ન્મ્યાનો,
ત્યાં જ માણસાઈ પરખાય છે ભલા માણસ.

ધાર તો તું ઈશ્વર અલ્લાને સમજી જાશે પણ,
બોલ કોને માણસ સમજાય છે ભલા માણસ.

શૈલેષ પંડ્યા...

No comments:

Post a Comment