" પતંગિયુ.."
એક પતંગિયું નજરે શું ચડ્યું
દિવસને જાણે રંગીન કરતું ગયું.
ઉડી ઉડીને રંગ વેરતું ગયું
એનું જીવન હતું બે દિવસનું ,
છતાંય
હસતાં હસતાં ફુલો સાથે
પે઼મ કરતું ગયું.
તારામાં મે જોયું એક પતંગિયુ
વાત કઇંક સમજાવતું
ખીલ ખીલ ખીલ ખીલ ઉડતું
જાણે બધું ,
છતાંયે અજાણ થઇ
હસતું રમતું એક પતંગિયું
જીવન છે કરોળિયાની જાળ સમું
જાણે છે એ વાત પતંગિયું
ભરપૂર સુંદર રંગોનું એ સ્વામી
છતાંય
કોઈકના સ્પશૅથી રંગ ગુમાવતું
પતંગિયું
પતંગિયાની પાંખોએથી
રંગોની ઉજાણી
રંગો ગુમાવતા પણ માણે જીવન
એટલે તો એ પતંગિયું..."
રક્ષા જોષી...
No comments:
Post a Comment