થોડાક સાચાબોલા મંગાવો આયના ,
બહાર દેખાય એ અંદર કોઈ હોય ના .
હસવાની હજાર જગ્યાઓ મળી છે ,
મારાથી બધી જગાએ રડાય ના.
પ્રેમનું આ દરદ અલગ ને અનોખું ,
ચૂપ રહી એને કેમ કરીને સહેવાય ના .
આવીને જુઓ તો આ હાલત અમારી ,
દુર્દશા આવી દુશ્મનની પણ થાય ના .
તમારી ને મારી વચ્ચે કંઈક તો હશે જ ,
આપણી વાતો આમ જાહેર ચર્ચાય ના .
હિમાંશુ મેકવાન
૦૬.૦૫.૨૦૧૭
No comments:
Post a Comment