Sunday, 7 May 2017

ગઝલ

વિસામો  કરી લો જરી જિંદગી છે,
હિસાબો કરી લો જરી જિંદગી છે.

ગળે સૌ  મળે એક બીજાને એવા,
રિવાજો કરી લો જરી જિંદગી છે.

નકામી  કરી છે  પસ્તી  જિંદગીને,
કિતાબો કરી લો જરી જિંદગી છે.

પ્રણય પંથે કોઈ મળે ના મળે પણ,
પ્રવાસો કરી  લો જરી જિંદગી છે.

તમારા  હૃદયમાં તમે શું લખ્યું છે?
હિસાબો કરી લો જરી જિંદગી છે.

@@@  "જયલા"   @@@

No comments:

Post a Comment