*અછાંદસ*
અણસમજુ હું સમજાવીશ મને કેમ?
મનમાં પડ્યો વ્હાલાં મને વ્હેમ,
તું કરતો જગનાં કામ
સમજે રાધા રાસલીલા રમતો કેમ!
વિરહની આ વાદળીઓ
ના સૂજવાદે સારું, ક્ષેમ
ના વરસ્યા તમે પૂરાં તો....
ભીના થઈ ગયાં મારાં નેણ,
સદિઓથી તું મનમાં વસ્યો,
છતાં રાત મારી વાંઝણી કેમ?
સરનામાં ક્યાં હું તારાં શોધું?
તું લાગ્યો વ્હાલો આંસુમાં જ કેમ!
સૂકાઈ ગયાં બધાં સ્વપ્ન મારાં ,
ના ચડ્યું પછી કદી મારી આંખોમાં ઘેન,
કાજલ કાંજિયા' ફિઝા'
28/5/2017
No comments:
Post a Comment