Sunday, 28 May 2017

ગઝલ

*== માણસની ચોપાઈ ==*
સુકી ડાળી, લીલા પાન 
ખડખડ ખડખડ ખખડે માણસ
વૈશાખીનંદનની જેમ
શ્હેરના વગડે રખડે માણસ
અર્થોના સરવાળા થાય 
મીંડામાં ત્યાં ગબડે માણસ
પળપળ ભીની ગળતી રાત
કોઈ ખૂણામાં સબડે માણસ
જોઈ લે જો પિંજરમાંય
પ્રાણીઓની નજરે માણસ
આથડતો અફ્ળાતો જાય
ઇચ્છાઓના નગરે માણસ
મારું, ભેગું, છાનું રાખ
કેવી વાતો બબડે માણસ
હાથી, ઘોડા, બકરી, ભેસ
જાણે કોને કનડે માણસ
છેલ્લે તેડું આવે પાસ
ભારે હૈયે ફફડે માણસ
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment