ખુદાની મારા પર કેવી મ્હેર થઇ ગઈ !
હતી વાતો જે છાની,જાહેર થઇ ગઈ.
સુરા આખર સુરા છે,છો ને વગોવાય;
નશામાં લાગણી મારી શેર થઈ ગઈ .
ભલા લોકોની કેવી બૂરી દશા થઇ ,
બૂરા જે થઇ ગયા,લીલાલહેર થઇ ગઈ.
રાધાએ કૃષ્ણને ઉત્તરમાં લખ્યું કે -
હતી કાલે શેરી,આજે શહેર થઇ ગઇ.
કલમનો આ કસબ કુદરતથી નથી કમ,
કદી પીંછી કદી એ શમશેર થઇ ગઈ .
અમે શ્રધ્ધા રાખી,એણે મૂકી શંકા ;
ખુશાલી એમ બંનેના ઘેર થઇ ગઈ .
કરામત નહિ તો બીજું શું માનવું 'રાજ '
એની મીઠી નજર કાતિલ ઝેર થઇ ગઈ .
---------------
----રાજેન્દૃ મહેરા "રાજ"
No comments:
Post a Comment