થોડા હાઈકુ ......
1...
આભ અટારી
કુમ કુમ વરણો
ઉગ્યો સૂરજ
2...
બંધ પાંપણે
અશ્રુઓ ખર્યા મુજ
તારી યાદ ના
3...
ટેરવે પાડ્યા
ભાતીગળ છાપ ચિત્ર
બીબાની જેમ
4....
.
ભીની રેતમા
પડે પદ ની છાપ
ભૂંસે મોજા
શ્યામા "જયશ્રી ....
No comments:
Post a Comment