###ભૂલી જા મને###
શાને કરે ફરિયાદ ભૂલી જા મને,
કરવો નથી સંવાદ ભૂલી જા મને.
આંખે ન વળગી જાય યાદોની ઝડી,
છે આંસુ પાડે સાદ ભૂલી જા મને!
પાછો ન હું પ્રેમી બનું ; એવો કદી,
માટે કરી બરબાદ ભૂલી જા મને.
જા.. માનજે તું એવું; ભૂલો મેં કરી!
દિલથી કરી દે બાદ ભૂલી જા મને.
આ પ્રેમને તું તો રમત સમજી રમી ,
શાને કરે છે યાદ ભૂલી જા મને,
-સંદીપ ભાટીયા"કવિ"19/05/17
No comments:
Post a Comment