સંપ છે કદી ને કદી વિવાદ ફળિયામાં.
હોય ઉત્સવ ને કદી અવસાદ ફળિયામાં.
ઝુલ્ફ રાત્રી ને ચહેરો ચાંદ છે તારો,
ચાંદનીનો થાય છે વરસાદ ફળિયામાં.
આગમનથી ઊગશે ફૂલો પ્રણયના દોસ્ત,
વાવીને બેઠો છું એની યાદ ફળિયામાં.
સાંભળે છે હજુ પ્રણવ, જો કાન માંડે તો;
કો' પ્રણવિયો દે છે એને સાદ ફળિયામાં.
- પ્રણવ પંડ્યા
No comments:
Post a Comment