યાદ આવે કે ન આવે, ભૂલવાની વાત છે
એક ડગલું આજ આગળ, ચાલવાની વાત છે
રોજ માથાકૂટ કરે છે, કૈંક મેળવવા નવું
બસ હિમાલય ના શિખરને, આંબવાની વાત છે
જિંદગીનો તો નફો શું, ખોટ શું હિસાબ શું?
મેળવે એતો ગુમાવે, જીવવાની વાત છે
હું ભલે સૌ વાર હારું, પ્રેમની કબુલાત મા
દાયકાથી દિલ સનમનું,જીતવાની વાત છે
વેદ ગીતા ઉપનિષદ ને, રોજ વાંચે તે છતા
નામ તારૂ આ ગઝલમા, વાચવાની વાત છે
ઇશ
સતીષ નાકરાણી સાવર કુંડલા
(અભિનવ સાહિત્ય સભા)
No comments:
Post a Comment