Sunday, 28 May 2017

ગીત

આમ તો બહુ શાણો છે, માણસ બહુ મજાનો છે
અઘરો કંઈક વહેમ છે, માણસ છાનોમાનો છે...
મારક પણ એજ ને, તારક પણ એજ,
ઈશ્ર્વર થવાની ભ્રમણામાં માણસ જુનો જાણીતો છે...
પળમાં ભોળો છે, ક્ષણમાં લુચ્ચો એજ,
કાચીંડાની જેમ રંગ બદલતો, માણસ કેવો પાવરધો છે...
અડકો તો ઉઘડે, બથમાં લો તો બીડાય એજ,
લાગણીની રમત રમતા, માણસ થોડો ગમતીલો છે...
નીત રીસાય તોય, મનાવવાનુ માન ખાય એજ,
સ્મરણોના સથવારે વીતતો, માણસ બહુ અઘરો છે...
...પુનીત સરખેડી

No comments:

Post a Comment