Sunday, 28 May 2017

અછાંદસ

સવાર થઇ
ઉગ્યો સૂર્ય આભમાં
ધર્મ અને કર્મનું થયું મિલન 
શબ્દો તણી  ફૂંટી કુંપણ
સજાવ્યો મંચ કાવ્યો તણો
ગામ હિલ્લોળે ચડ્યું
માણ્યો રસાસ્વાદ કાવ્યો સંગ ,

વાયુવેગે થયો પ્રચાર
લોકટોળાનું થયું આગમન
આવ્યો આનંદ નો અવસર
સાહિત્ય પ્રભાત સંગ

મળી વાહ વાહ લોકમુખે
નારીશક્તિના સથવારે
થયો સંવાદ
સમાજ ઉપયોગી

દેશભક્તિની લાગી ગુહાર
થયા સન્માનિત ગામનાં સૈનિકો
જેણે વહાવ્યું રક્ત પાણી સમું
આપણી રક્ષાકાજ

શિક્ષણ ની વાગી હાકલ
કર્યું વિધાર્થીઓ કાજ
કારકિર્દી ઘડતર સેમીનાર
થયો સંગમ શિક્ષણ અને સાહિત્યનો
છે  બેમિસાલ મારું ગામ ધર્મપુર
ચાલે છે વેપાર અવિરત અહી
કેરીનું સ્વર્ગ છે અહી

યુવાનો ના સાથમાં
રચાયું છે અહી
"સાહિત્ય પ્રભાત ".
- જયદીપ દવે (JD)

No comments:

Post a Comment