Tuesday, 23 May 2017

ગઝલ

આપનો  સહવાસ  મળ્યો ,   જોઇએ  ના  કશું   હવે  ,
પ્રેમનો   અહેસાસ  જડ્યો ,  જોઇએ  ના  કશું   હવે .

સાવ   જ  અજાણ્યા  હતા  ને  આપણે  એકમેકથી ,
જે   તમે    વિશ્વાસ   કર્યો  ,  જોઇએ  ના  કશું  હવે  .

કેટલા   દુર્ગમ   હતા  રસ્તા ,  સફર    જીવન   તણા ,
સંગ   જે  પ્રવાસ  ખેડ્યો ,  જોઇએ    ના   કશું  હવે .

ચાલવાનું  ,     દોડવાનું  ,      કેટલું     કરવું     પડ્યું ,
ના  કદી  કો'  ત્રાસ  વેઠ્યો ,  જોઇએ  ના  કશું   હવે .

'મોજ  મસ્તી , માણવાની  'જશ'  મજાની  તક  મળી ,
વૈભવી    આવાસ  મળ્યો ,  જોઇએ   ના   કશું   હવે .

                        જશુ  પટેલ
                     ૨૪-૦૫-૨૦૧૭
                   બોસ્ટન ,  અમેરીકા

No comments:

Post a Comment