Wednesday, 24 May 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

વાદળો નાં અંતરે એકાંત ભારે હોય છે
વરસતા એ કેમ બીજે ,ઘાત ભારે હોય છે

શોધવું છે ધ્યેય મારે આ ધરા પર શ્વેતનું
આગળે પથ નો સુકાની શાંત ભારે હોય છે

એક એની આંગળી નો સાથ તો તાકાત છે
સાંપડે  નાં જે કદી નીરાંત ભારે હોય છે

જાત આખી ઓગળી  તો પણ રહ્યો એકલો
મેળ નાં હો એમની, વીસાત ભારે હોય છે

અવતરી તૌ જાય છે લીપી ઘણી આ કાગળે
સાથ માં એ હાથ 'અપાર'વાત ભારે હોય છે

અશ્વિન પંચાલ

No comments:

Post a Comment