૨૩/૦૫ના રોજ સાહિત્ય સંગમ મારફતે યોજાયેલ સાંજી ગઝલ અંતર્ગત સ્ફૂરેલા, ચુનંદા શેર દ્વારા રચાયેલ ગઝલ.
છે હજારો લોક માણસ શોધવાની વાર છે,
ચાંદ પર એ છો ગયો, દિલ આંબવાની વાર છે!!!!
આ જમાનો ખૂબ જાલિમ, ચર્ચવા સંબંધ શું?
દોસ્ત, થોડો માર સાંધો, કાપવાની વાર છે.
કાનફૂસી લોક કરશે, વાતને મુલવો જરી,
સાંભળો સઘળું પરંતું, માનવાની વાર છે.
આ હ્રદય કાં સાંકડું? મળતી ન લે પરવાનગી!!!
રાખજે ખુલ્લા કમાડો, વાંખવાની વાર છે.
ચિત્ત ચકડોળે ચડ્યું ને છે દિલે જો કશ્મકશ,
હો સલામત ઘર, દિવાલો તોડવાની વાર છે.
શ્વાસ દેશે છેહ ને આ ખોળિયું ક્યાં આપણું?
શેં કરે કપટી કરામત? ભાગવાની વાર છે.
લે હવે તું ક્યાં જશે? વ્યાપાર સમ સંબંધ આ,
કેટલી લીલાશ છે એ ધારવાની વાર છે.
સાંજ ડૂબી છો ક્ષિતિજમાં, ભોર થાશે તું ન ડર,
થોભ મનવા ચિત્ત સંગે બાજવાની વાર છે.
.
રાખ ઉલ્લાસી મિજાજો ભર જરી ગજવે ખુશી,
નાંખ દુનિયામાં વહેંચી, રાખવાની વાર છે.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment