Wednesday, 24 May 2017

ગઝલ

સાવ ઓછા થઇ ગયેલા ભાવને ,
હોયજો કારણ અગર સમજાવ ને.

હેતભીનાભાવસ્વીકારી પછી
તે  હવે કે છે જરા શરમાવ ને

લો ઘણી વેઠી વિરહની વેદના
ખોતરો  શાને વધારે  ઘાવને

બારણે આવી ચડ્યા આશા ભર્યાં
તોલતા મનના બધા વર્તાવ ને.

તેમનેમળવુ હવે  સ્હેલું  નથી
જોઇલો  મુંછે  ચડેલા  તાવને

છે ભરોસો કામ ખોટું   ના કરો
હાથ માથે દઇ કસમ ના ખાવ ને

આજ માસૂમ રાજ કાજે ચાલતું
હોવ ખોટા તોય સાચા થાવ ને.

             માસૂમ મોડાસવી

No comments:

Post a Comment