લાવને આજે જરી મલકી લઉં ,
આજ તો થોડું ઘણું હરખી લઉં .
ઊછળે સાગર હરખના એટલા ,
પ્રેમની ગાગર બની છલકી લઉં .
કેટલા દિવસો ગયા આમજ વિતી ,
થાય છે એને ઘડી નિરખી લઉં .
મન કરે છે આજ નાચું મન મુકી ,
ચાંદની થઇ આભમાં ચમકી લઉં .
કોઇ બોલાવે નહી પણ આજ તો ,
આંગણે 'જશ' એમના ફરકી લઉં .
જશુ પટેલ
૨૩-૦૫-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
No comments:
Post a Comment