Tuesday, 23 May 2017

ગઝલ

મારું

તું  લખે   જે
નામ    મારું!

તું   રહે જ્યાં
ધામ    મારું!

ગાવી ગઝલો
કામ    મારું!

ઝાંઝવાં  છે
ગામ  મારું!

જીર્ણ ચાદર
ચામ  મારું!

તૂટલું     છે
ઠામ   મારું!

કાણું હરિયા
જામ  મારું!

- હરિહર શુક્લ
૨૩-૦૫-૨૦૧૭

No comments:

Post a Comment