શબ્દની શું મજાલ પંડિતજી
થઈ ગયા પાયમાલ પંડિતજી
સૂક્ષ્મ સંમુખ સવાલ પંડિતજી
અંગૂછો અંતરાલ પંડિતજી
આ તે કેવી કમાલ પંડિતજી
કાન્ધિયા કોટવાલ પંડિતજી
તર્ક-વિતર્ક તાલ પંડિતજી
કેમ ચૂકો છો ચાલ પંડિતજી
હાથમાં હાર,હાડમાં હિકમત
કંઠમાં કંઠમાલ પંડિતજી
કાચે કાચા કપાય કૃદંતો
ગ્રંથની ગોલમાલ પંડિતજી
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment