Monday, 29 May 2017

ગઝલ

વારતા કે ધારણામાં ક્યાં હતો?*
યાદના સંભારણામાં,  ક્યાં હતો?

પોટલું માથે મુકી ચાલી હવે,
રોકવા ત્યાં આંગણામાં,  ક્યાં હતો?

નાર ઉભી વાટ જોતી પાદરે,
બાળ પોઢે પારણામાં  ક્યાં હતો?

વેશ યોગીના પહેરી ચાલવું,
છોડયા ઘર બારણામાં  ક્યાં હતો?

મા તણી માયા વિસારે સંત જ્યાં,
હેતના ઓવારણાંમાં  ક્યાં હતો?

કાજલ
કિરણ પિયુષ શાહ
29/05/17

No comments:

Post a Comment