Monday, 29 May 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

એકધારી ચાલ એવી ચાલતો હોતો નથી
આ સમય છે સાથ હરદમ આપતો હોતો નથી

જીવવાને કાજ જાપો આટલા તેં હોય કાં
એકતરફી ભાવ કેમે સાલતો હોતો નથી

બેખબર રાખી ખુદીને એ છુપાવે કેટલું
આ વિવાદો ના ઉતારા કાપતો હોતો નથી

સાજ એનાં એટલાં કાં વાગતાં ને લાગતાં
એક પાછળ એક અંતર માપતો હોતો નથી

દૂર હો એ રાહ, ચાહત ને જ હાથે થી છળે
ખોખલા એ માણસો નો જાપતો હોતો નથી

@અપાર
અશ્વિન પંચાલ

No comments:

Post a Comment