Tuesday, 23 May 2017

ગઝલ

સાચવી લેશે બધાને માપવાની વાર છે.
શીશ રાખી તે ચરણમાં માંગવાની વાર છે.

પ્રાણ રૂપી વાયુ જેવા શબ્દ આડા ઊતરે.
એટલી શ્રધ્ધા ગઝલમાં રાખવાની વાર છે.

મોહમાયા આમ તો કંટક ભરેલી વેલ છે,
કર્મની આરી થકીને કાપવાની વાર છે.

નામ અટલા દેવસ્થળો છે છતાં એ માનવી,
માત્ર સ્વને ધ્યાનથી ને જાણવાની વાર છે.

નેણ, લૂલી, વાસ, કાયા, દેહ રોમેરોમને.
એક 'હ્ર્દયા' નામ ઇશથી, છાપવાની વાર છે.
    By:- joshi.. (હ્ર્દયા).

No comments:

Post a Comment