ઘડીક ઝળહળ ઘડીક ઝાંખું,
વાંચું ક્યાંથી આખ્ખે આખું !
નામ કપાળે એવું ચોંટ્યું ;
હોય જનમથી જાણે લાખું !
ચહેરાનું શું કરવું બોલો ?
દર્પણતો હું ફોડી નાખું.
રોજ ઉઠીને જીવન પુછે,
દિવસ ઉખાણાં રાત પલાખું.
તપતાં તપતાં તપ થઈ જાશે;
લાવ ! તરસ તડકામાં રાખું.
ડૉ.મનોજ જોશી "મન"
(જામનગર)
No comments:
Post a Comment