શરાબી થવા સ્હેજ ચાખી મદીરા,
ગળા હેઠ ઊતરી ગઇ સીધી મદીરા.
તને ચાહનારો બધે શોધમાં તું,
હશે કોક પાક્કો શરાબી મદીરા.
ધરાલોકની એક વસ્તું અમર છે,
સદાકાળથી જીવતીતી મદીરા.
પ્રણય દર્દ ની એક સાચી દવા તું,
સનમ યાદ આવી ને પીધી મદીરા.
નથી શોખથી કંઇ પીતો સજનવા,
દવા સમજી બે ઘુંટ લીધી મદીરા.
હતો ભાનમાં પણ બધા ગાંડો સમજે,
તે મારી સદા લાજ રાખી મદીરા.
તને હૂબહૂ બસ લખી છે મરીઝેે,
પ્રશાંતે નથી બુંદ ચાખી મદીરા.
..પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment