.
સૌ લોક સાચું બોલે પીને પછી મદિરા,
તું ખુદ ચકાસી જોને પીને પછી મદિરા.
.
હો દર્દ દિલ માં કોઈ એ દર્દને મિટાવે,
ખુશીયો ની વાત કયોને પીને પછી મદિરા.
.
લાગે દવાથી કડવી પીધાના મોર બોલે,
પણ સ્વાદ સાચો જો લે પીને પછી મદિરા.
.
જોયા શરાબ ખાને મિત્રોને વાત કરતા,
સૌ રાઝ દિલના ખોલે પીને પછી મદિરા.
.
એ હોય છે નશીલું એવો ફક્ત ભરમ છે,
ખુશ થઇને "મિત્ર" ડોલે પી ને પછી મદિરા
.
"મિત્ર" રાઠોડ
No comments:
Post a Comment