Tuesday, 23 May 2017

ગઝલ

સાવઓછા થઇ ગયેલા ભાવને,
હોયજો કારણઅગરસમજાવને

હેત ભીના ભાવ સ્વીકારી પછી,
તે  હવે કે  છે  જરા  શરમાવને.

લો ઘણી વેઠી વિરહની વેદના,
ખોતરો  શાને  વધારે  ઘાવ ને.

બારણેઆવીચડ્યા આશા ભર્યા
તોલતા મનના બધા વર્તાવ ને.

તેમને  મળવું   હવે  સ્હેલું  નથી
જોઇલો  મુંછે  ચડેલા  તાવ ને.

છે  ભરોસો  કામ  ખોટું  ના  કરો,
હાથ માથે દઇ કસમ ના ખાવને

આજ માસૂમ રાજ કાજે ચાલતું
હોવ ખોટા તોય સાચા થાવ ને.

                     માસૂમ મોડાસવી

No comments:

Post a Comment