Monday, 22 May 2017

ગઝલ

બસ દેહ છોડીને અહીં, એ શ્વાસ લઇ ગયા,
સાકર મહીંથી જાણે કે મીઠાશ લઇ ગયા.
.
એક દિવળો જલાવી ને શ્રીફળ ચડાવીને,
સુખમય જીવનની ત્યાંથી બધા આશ લઇ ગયા.
.
ઈશ્વરના સાથ સોદો એ મોંઘો પડી ગયો,
નાનકડી આપીને ધરા, આકાશ લઇ ગયા.
.
મીઠી મધુર વાણીની મીઠાસ તો જુઓ,
હળવાશ થી કહીને એ કડવાશ લઇ ગયા.
.
બસ જાણ થઈ કે "મિત્ર" હીરાને ગળી મર્યો,
આવી કબરથી કાઢી અને લાશ લઇ ગયા.
.
"મિત્ર" રાઠોડ

No comments:

Post a Comment