Sunday, 21 May 2017

ગઝલ

ઝાંઝરીનો સૂર ઝીણો ખણખણે છે જો સજનવા,
સાત અશ્વો એક હૈયે હણહણે છે જો સજનવા.

રાત ઢળતી ફૂલડાંથી સેજ પ્યારી હું સજાવું,
આ વિરહની આગ કેવી સણસણે છે જો સજનવા.

કૈંક તારા કૈંક મારા શ્વાસનું છે સંવનન આ,
શ્વાસ પણ કેવા હવે તો ધણઘણે છે જો સજનવા.

છે ખુશીથી ઓઢવાની ચૂંદડી તુજ નામ ની જો,
ચૂંદડીની ઘૂઘરીઓ  રણઝણે છે  જો સજનવા.

છો 'કજલ' તું શાંતચિત્તે ધ્યાન ધરતો બેસતો,
મૌન જિહ્વા નામ તારું ગણગણે છે જો સજનવા.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment