માથે પડેલા બોજને હસતા વહન કરે,
દોરી રહેલા ધ્યેયને સાદર નમન કરે.
આગળ વધીને માનતા પાછા વળાયના,
પગલાં ગણીને માંડતા મનનું જતન કરે.
શ્રધ્ધા ડગાવી નાખતી રીતો જગત તણી,
હીમત કરીને ચાલવા બંદા ગમન કરે.
સંઘો ઉદેસી ખોજમાં ભીતર ધસી જતાં,
ગ્રહો વકરતા રોકવા યજ્ઞો હવન કરે.
જડતા વિચારો આયખે નિશ્ચય ડગાવતા,
લાખો વિચારો ભેદવા માનવ જહન કરે.
માસૂમ ડગેલી આસને પડતી બચાવવા,
રમણે ચડેલા ચિતપર હળવા દમન કરે.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment