Sunday, 28 May 2017

ગઝલ

મન

ફુટેલી  કૂંપળની  પાંપણમાં  મેં  જોયું!
તૂટેલા  અરીસાની  તડમાં  મેં   જોયું!

મને  દોસ્તો  મંઝિલો  તો   મળી  નહીં
રસ્તામાં  ખાધેલી  ઠોકરમાં  મેં  જોયું!

હરેક   શ્વાસમાં  ને  નિશ્વાસમાં   પણ
હરેક આંસુમાં ને હરેક હાસ્યમાં  પણ
હરેક  દુઃખમાં  ને   અરે  સુખમાં  પણ
હું શોધી રહ્યો જે , તમે  ક્યાંય જોયું?

મળી જાય  મારું  ભટકતું   મને   મન
મેં સાગર ઉલેચ્યો , ગગનમાં ય જોયું!

શોધી  શક્યો  ના  જે ઉઘડેલી આંખે
આંખો  મીંચાઈ  ને ખાંપણમાં  જોયું!

- હરિહર શુક્લ
૨૮-૦૫-૨૦૧૭

No comments:

Post a Comment