.
ખુદના બળે જો જીતવો હો જંગ આપણે,
તો જંગનો કરવો પડે આરંભ આપણે.
પછડાટ ખાધી એ પછી સમજાયુંં એટલું,
કે ચાલતા'તા આંખ રાખી બંધ આપણે.
ઘર ઘર ભટકવાની હજી આદત જતી નથી,
વાનર તણો એ આખરે તો અંશ આપણે.
જીવે હજી પણ જેલમાં દેવકી ઘણી,
છીએ વિચારોથી હજી પણ કંછ આપણે.
થાશે મહાભારત ઘરે; કુંટુંબમાં ઘણું ,
ધુતરાષ્ટ્ર જેવા જો બનીશું અંધ આપણે.
પીડા પ્રસવની હોય કેવી જાણતાં નથી,
આગળ વધાર્યે રાખવો છે વંશ આપણે.
હો શબ્દમાં તાકાત તો બોલાવશે બધાં,
ઉપકારમાં ના જોઈઐ આ મંચ આપણે.
રત્નેશ અલગોતર 'નિરાશ'
No comments:
Post a Comment