Sunday, 28 May 2017

ગીત

પરાણે પ્રેમી થઇને માણસ
ફરી રહ્યો થઇ વહેમી માણસ
દીન હીન દુખીયારો માણસ
તરસ્યાનો પાણી આરો માણસ
વૈદ દાકતર દર્દિ માણસ
ભગવી ખાખી વર્દી માણસ
કવિ કોવિદ લેખક માણસ
પરમ પામર પ્રક્ષક માણસ
વાદક ગાયક નાયક માણસ
નાલાયક ને લાયક માણસ
વિશ્લેષકછે વકતા માણસ
પાર્ટી ના પ્રવકતા માણસ
રંક રાજા વાજા માણસ
વાસી છે કોઇ તાજા માણસ
માણસ માણસ
રમતો માણસ
માણસની જેમ ભમતો માણસ
આંબાલાલ કેમ માને માણસ
કેવુ પડ ભઇ થાને માણસ

No comments:

Post a Comment