હૈયાના ઉપવનમાં આજ કંઇક ઉગ્યું છે .
તાજું તાજું કુણું કુણું કંઇક ફૂટ્યું છે .
હળવે હળવે મલકે , નભના ચંન્દ્ર જેવું ,
લાગે જાણે રૂપાળું સ્મિત ખિલ્યું છે .
લાગે એ લાલ ગુલાબી ફુલ જેવું નમણું ,
શરમાય જાણે એને કોઈએ ચુમ્યું છે .
મનગમતું કોઇ મળે એની વાત શું કરવી !
જોયુંને કેવું રુમઝુમ રુમઝુમ ઝુમ્યું છે .
માનતું જ નથી એ કહ્યું કોઇનું હવે 'જશ' ,
આખું આભલું તે માથે લઇને ઘુમ્યું છે .
જશુ પટેલ
૨૮-૦૫-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
No comments:
Post a Comment