*ફાવતું હશે *
આમ કઇ લયબધ્ધ ખળખળ વ્હેવું શું ફાવતું હશે?,
એ પ્રવાહોનાં પ્રવાહે છઁદને પણ રે'વું શું ફાવતું હશે?.
દર્દમાંયે દર્દ સંતાડી હસી બોલવું પડે!,
દર્દમાં આનંદ લેવો, તેવું શુ ફાવતું હશે !.
રામ જાણે, જિંદગીનાં ચોપડામાં લખ્યું શું !,
જાણતાં તોયે અજાણ્યા થવું, એવું શું ફાવતું હશે?.
વાર કર્યા પીઠ પાછળ જે સહ્યા'તા મૌન થઇ,
આવું હદથી વધુ સહીને કે'વુ શું ફાવતું હશે?.
લત મને લાગી ગઝલની *'તૃપ્ત'* આજે કર દુઆ,
કરું દુઆ પણ, હા એ ઘાયલ જેવું શુ ફાવતું હશે ???.
*તૃપ્તિ ત્રિવેદી 'તૃપ્ત'*
No comments:
Post a Comment