Tuesday, 30 May 2017

ગઝલ

ગાલગાગા/ગાલગાગા/ગાલગા

આભમાં ઉડવા ફલક આપો મને
પામવા મંઝિલ સડક આપો મને

હાર  માનીને  હવે  ના  બેસવુ
એ ઇરાદામાં કસક આપો મને

ક્યાં કહું છુ દર્શ આપો સામટા
બસ જરા અમથી ઝલક આપો મને

ફૂલ ના આપો ભલે મુજ હાથમાં
બસ જરા એની મહક આપો

સત્યને ખાતર કરી લૌ સો ગુના
એ પછી છોને નરક આપો મને

ઢાલ ખાલી રાખવાથી શું વળે?
શબ્દના ભાલા કડક આપો મને

હાજરી મારી કરે "રોશન" તને
આંખમા બસ એ ફરક આપો મને

"રોશન" કિરણ જોગીદાસ

No comments:

Post a Comment