Tuesday, 30 May 2017

ગઝલ

શબ્દમાં એવી ચમક આપો મને,
હા ઉછીની એ હલક આપો મને.

પાપને મારા હવે જોઈ શકું,
મુજ નયનમાં એ ફરક આપો મને.

ચૌદ એ બ્રહ્માંડ ખોલી નાખવા,
આ કપાળે એ તિલક આપો મને.

માંગુ નહિ ક્યારે ફરીને આ જનમ,
મોતની એવી હબક આપો મને.

મે ગુનો કીધો જગાડી આપને,
ઓ ભલા લોકો સબક આપો મને.

આખી દુનિયાને હસાવી હું શકું,
એક એવી મોતની તક આપો મને.

સત્ય છે 'આભાસ' મારો જાણવા,
ઓ મરણ સાચી મહક આપો મને.

-આભાસ

No comments:

Post a Comment