આભને આંબૂ એ તક આપો મને,
ક્યાં વખોડું હું; એ હક આપો મને,
ક્યાં રહે ? તું શું કરે છે ? હેં ખુદા!
સાબિતીની તો ઝલક આપો મને!
જીવતો છું પણ બનીને લાશ સમ,
આ હ્રદય, થોડી ધડક આપો મને,
હાથમાં કરતાલ ને તંબુર ધરું,
ભક્તિનો જૂદો મલક આપો મને,
પ્હોંચવું તો છેક તારા ઘર સુધી,
હે ખુદા! એવો સબક આપો મને.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
No comments:
Post a Comment