*પલ | હૃદયનો સીધો અનુવાદ*
મૌન માધવનું કળીને ક્યાં જશો ?
દ્રૌપદી માફક રડીને ક્યાં જશો ?
પાર્થને તો *યુદ્ધ એ કલ્યાણ* છે,
ભીષ્મજી જેવું લડીને ક્યાં જશો ?
કૌરવો પર જીત કંઈ સ્હેલી નથી,
કૃષ્ણના રથમાં ચડીને ક્યાં જશો ?
સાત કોઠામાં મને જીત્યા પછી,
આઠમે દ્વારે નડીને ક્યાં જશો ?
એ કવચ-કુંડળ ઉતારી લઈ ગયા,
તોય પૈડાને ગળીને ક્યાં જશો ?
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment