Wednesday, 24 May 2017

ગઝલ


ટુંકી ટચરક વાત કબીરા
લાંબી પડશે રાત કબીરા

અવસર કેવળ એક જ દી'નો
વચ્ચે મહિના સાત કબીરા

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે
મારે તેની લાત કબીરા

કાપડ છોને કાણી પૈનુ
પાડો મોઘી ભાત કબીરા

એક મુરખને મીંઢો ગણવા
ભેગી થઇ છે નાત કબીરા

જીવ હજી તો ઝભ્ભામા છે
ફાટી ગઇ છે જાત કબીરા

ચંદ્રેશ મકવાણા 'નારાજ'

No comments:

Post a Comment