વાહ કુદરત તેં પણ કળા અનેરી કીધી
કોરી આંખમાંથી તેં નદી વહાવી દીધી
કડવા લીમડાને લીંબોળી મીઠી દીધી
ને મીઠા માણસ ને જીભ કડવી દીધી
સપના જોવા તેં આંખો આપી દીધી
પણ પુરા કરવામાં મોત અંબાવી દીધી
જિંદગી ઝખ્મો થી ભરપૂર કરી દીધી
તોઈ એક આશ અધુરી રખાવી દીધી
મોઢા સીવીને વેદનાઓ ભરી દીધી
પછી એને આંખથી છલકાવી દીધી
લાલચ ભેરૂ કરી લેવાની લગાડી દીધી
પુરી કરવા જિંદગી ને સાવ થકાવી દીધી
એને પણ કદર કયાં કરી "સતીષ " કદી
જેના માટે કેટલીય ખુશી જલાવી દીધી
- સતીષ સખીયા
No comments:
Post a Comment