####મદિરા###
પી ભરીને જામ મદિરા,
ઢોળ ના તું આમ મદિરા.
આંખના પ્યાલે જ પીવો,
પ્રીતની બેફામ મદિરા.
થાય જો ના નયન લાલ,
તો ન આવી કામ મદિરા.
ભક્ત માટે તો રહીમ
છે, અને છે રામ મદિરા.
રાહ પરથી જાય તું તો,
પીતું આખું ગામ મદિરા.
જો ન આવે કામ એ જો,
નાખ બદલી નામ મદિરા.
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment